IRCTCની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ
IRCTCની વેબસાઇટ પર રોજના લાખો લોકો ટિકિટ બુક કરાવે છે, એવામાં અનેકવાર આ ઇ-ટિકિટિંગ વેબસાઇટ હેન્ગ થાય છે કે સ્લો થઈ જાય છે. જેના કારણે અનેકવાર ટિકિટ બુક થતા-થતાં ચૂકી જવાય છે. પરંતુ ભારતીય રેલ IRCTC ઇ-ટિકિટિંગ વેબસાઇટ અને એપ બંનેને અપગ્રેડ કરવા જઈ રહી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલ આ નવી વેબસાઇટને આજે લૉન્ચ કરવાના છે. નવી વેબસાઇટમાં ટિકિટ બુકિંગના વધુ ફ્રેન્ડલી ફીચર્સ હશે. અનેક પ્રકારના ફેરફારોની સાથે બુકિંગ પણ ઘણું ઝડપથી થશે.
IRCTCએ એક નવું પોસ્ટ પેડ પેમેન્ટ ઓપ્શન પણ શરૂ કર્યું છે. આ સુવિધાથી IRCTCની વેબસાઇટથી ટિકિટ બક કરીને તેની ચૂકવણી બાદમાં કરી શકાય છે. તેમાં યાત્રી ટિકિટ બુક કરીને e-payments દ્વારા 15 દિવસની અંદર ચૂકવણી કરી શકે છે કે પછી ટિકિટની ડિલિવરીના 24 કલાકની અંદર પણ પેમેન્ટ કરી શકાય છે. રેલવેની ટિકટિંગ વેબસાઇટ IRCTC ઓનલાઇન રિઝર્વેશનની સુવિધા પૂરી પાડે છે. રેલવે મુજબ, 2014ના બાદથી ટિકિટ બુકિંગની સાથોસાથ યાત્રીઓની સુવિધાને વધુ સારી બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.