ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 799 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 799 કેસ નોંધાયા છે. જેની સામે 834 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 7 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4302 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,44,258 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 9979 છે. આજે રાજ્યમાં કુલ 54,708 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.15 ટકા છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 157, અમદાવાદ જિલ્લામાં 7, સુરત શહેરમાં 117, સુરત જિલ્લામાં 30, વડોદરા શહેરમાં 99, વડોદરા જિલ્લામાં 29, રાજકોટ શહેરમાં 69, રાજકોટ જિલ્લામાં 19, ગાંધીનગર શહેરમાં 12, ગાંધીનગર જિલ્લામાં 12, કચ્છમાં 26, ભરુચ, મહેસાણા, પંચમહાલમાં 16-16, આણંદ, દાહોદમાં 15-15, ખેડા, મોરબી, સાબરકાંઠામાં 11-11, બનાસકાંઠા, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં 10-10 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે કુલ 9979 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 62 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 9917 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,29,977 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.