Happy new year 2021: JANTANEWS360 પરિવાર તરફથી આપ સૌને શુભકામના

572 Views

કોરોના નામના નવતર અને માથાભારે સાબિત થયેલા દર્દની યાદગીરી સાથે ૨૦૨૦ના વર્ષનો અંત આવ્યો હતો. આજથી ૨૧મી સદી ૨૧મા વર્ષમાં પ્રવેશી રહી છે. ૨૧મુ વર્ષ પુખ્તતાની દૃષ્ટિએ મહત્ત્વનું છે. હવે આ વર્ષે ધરતીવાસીઓ વધારે પુખ્તતા દાખવે અને ધરતીનું જતન કરે તો જ આવનારો સમય ઉજ્જવળ સાબિત થશે. ૧લી જાન્યુઆરીએ શરૃ થતુ નવુ વર્ષ ઈન્ટરનેશનલ ડેટલાઈનના આધારે ગણાય છે. પૂર્વમાં આવેલી આ ડેટલાઈન પાસેના અગ્રણી દેશો ન્યૂઝિલેન્ડ-ઑસ્ટ્રેલિયમાં નવ વર્ષના આગમનને આતશબાજીથી વધાવાયું હતુ.

ઑસ્ટ્રેલિયામાં દર વર્ષે ભવ્ય આતશબાજી થાય છે, જે આ વર્ષે પણ કરવામાં આવી હતી. સિડની બંદરના કાંઠેથી આ આતશબાજી સારી રીતે જોઈ શકાય છે. માટે હાર્બર વિસ્તારની કેટલીક રેસ્ટોરામાં ૩૧મીની રાતે એક સિટનો ભાવ વધીને ૧૬૯૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે ૯૫ હજાર રૃપિયા) સુધી પહોંચ્યો હતો. સિડનીમાં ગયા વર્ષે દસ લાખ લોકો ઉજવણી માટે ભેગા થયા હતા. આ વખતે તેના બદલે અમુક હજાર લોકો જ બહાર નીકળ્યા હતા.

ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયાથી બે કલાક આગળ આવેલો દેશ છે. એટલે કે ત્યાં નવુ વર્ષ બે કલાક વહેલું શરૃ થયુ હતુ. એ સિવાય ડેટલાઈન પાસે આવેલા નાના નાના ટાપુ રાષ્ટ્રો પણ નવા વર્ષમાં આખા જગત કરતા પહેલા પ્રવેશ્યા હતા. ન્યૂ ઝિલેન્ડના ઓકલેન્ડમાં પણ આતશબાજી થઈ હતી અને ટોળાં એકઠાં થયા હોય એવા વિડીયો-ફોટો જોવા મળ્યા હતા. દક્ષિણ કોરિયામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કદાવર ઘંટ વગાડી ઘટાંરવ કરવાની પરંપરા છે. ૧૯૫૩ પછી પહેલી વાર આ સેરેમની રદ કરાઈ હતી.

કોરોના વિલન દેશ ચીનમાં પણ નવા વર્ષની ઉજવણી આરંભાઈ હતી. ભારતમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા ઉમટયા હતા. મુંબઈના વિવિધ વિસ્તારોમાં પણ રોશની કરવામાં આવી હતી. તાઈવાને તેના સૌથી ઊંચા મકાન તાઈપેઈ-૧૦૧ પરથી આતશાબાજી કરી હતી. જાપાને કોઈ ભવ્યાતિભવ્ય ઉજવણીને બદલે સંયમ જાળવી શાંતિપૂર્વક નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જ્યાં કોરોનાના વધુ કેસ છે, એવા અન્ય દેશોમાં પણ સંયમિત ઉજવણી થઈ હતી.

નવા વર્ષ નિમિત્તે પોતાના વતન કે પરિવારને મળવા જવાની પરંપરા પણ અનેક દેશોએ આ વખત પુરતી મુલતવી હતી. જાપાની શહેનશાહે બાલ્કનીમાં આવીને લોકોને શુભેચ્છા આપવાને બદલે વિડીયો મેસેજ રજૂ કર્યો હતો. ભારત સહિત અનેક દેશોમાં નાઈટ કરફ્યુનો અમલ હોવાથી મોટા ભાગના લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *