ભાવનગરમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય,
ભાવનગર શહેરમાં વર્ષ 2021ના પ્રથમ દિવસે જ એક ચકચારી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રહેતા એક શખ્સે કૂમળા બાળકને ભાગની લાલચ આપી અને તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ (Unnatural act) કર્યુ હોવાની ઘટનાના પગલે હાહાકાર મચી ગયો છે. ભોગબનનનાર બાળકે આ અંગે પરિવારને આપવીતી સંભળાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે. વર્ષના પહેલાં જ દિવસે સંસ્કારી ભાવેણામાં હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રહેતા શખ્સે 9 વર્ષિય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી શખ્સ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. બી ડીવીઝન પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ ભોગ બનનાર 9 વર્ષિય બાળકના પરિવારજનોએ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો અનિલ ઉર્ફે અનો હિમંતભાઈ સરવૈયા નામના શખ્સ સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે અનિલ ઉર્ફે અનો બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ આચરી નાસી છુટયો હતો.
આ ફરિયાદના ગણતરીના કલાકોરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અનિલ ઉર્ફે અનાને ઉપાડી લેવામાં આવ્યો હતો અને તેનો કોવીડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. કોવીડ ટેસ્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીનો મેડિકલ એવીડન્સ આવ્યા બાદ તેને જેલ હવાલે કરાશે. જોકે, સામાજિક પતનની પરાકાષ્ઠા સમાન આ કિસ્સામાં આરોપી યુવક ક્યા પ્રકારની માનસિક વિકૃતિમાંથી પસાર થઈ રહ્યો હશે તે આ ઘટના પરથી જાણવા મળી રહ્યું છે.