પુલવામા: ત્રાલમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો, 7 ઘાયલ
શનિવારે આતંકીઓએ પુલવામામાં સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ ઘટના વિશે માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આતંકીઓએ પુલવામાના ત્રાલમાં બસ સ્ટેન્ડ નજીક સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો. મળતી માહિતી મુજબ આ હુમલાને કારણે 7 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તેમની સ્થિતિ સામાન્ય છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
#UPDATE | Seven civilians have suffered minor injuries in grenade attack in Tral, Pulwama. Health condition of all the injured is stable: Jammu and Kashmir Police https://t.co/aR2LOouUuY
— ANI (@ANI) January 2, 2021
મળતી માહિતી મુજબ આતંકીઓએ ત્રાલમાં એસએસબી બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. જો કે તેનું લક્ષ્ય ચૂકી ગયું અને ગ્રેનેડ રસ્તા પર જ ફૂટ્યું. આ હુમલામાં ફક્ત સામાન્ય લોકો ઘાયલ થયા છે.