ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવોની ફરિયાદ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
1,722 Views
નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને નવા વર્ષમાં તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગાંગુલીને કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનને 1 જાન્યુઆરી, શુક્રવારે રાત્રે છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી, ત્યારબાદ તેમને સાવચેતીના પગલા તરીકે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેની તબિયત સુધરે છે અને ડોકટરો તેમની હાલત પર નજર રાખી રહ્યા છે.