CoWIN એપ પર કરવું પડશે, કોરોના વેક્સિન માટે રજિસ્ટ્રેશન, જાણો સમગ્ર પ્રક્રિયા
વર્ષ 2021માં કોરોના મહામારીથી છૂટકારો મેળવવા વેક્સિન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શનિવારથી કોરોના વેક્સિનનો ડ્રાઈ રન શરૂ થઈ ચુક્યો છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વેક્સિન વિતરણ પર ઓબ્ઝર્વેશન, ડેટા અને લોકોને વેક્સિન લગાવવા માટે રજિસ્ટ્રેશન કરવા માટે CoWIN નામની એક એપ બનાવી છે. દેશના નાગરિકો જે હેલ્થ વર્કર નથી તેમને કોવેક્સિન માટે CoWIN એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. એપ ડાઉનલોડ કર્યાં બાદ રજિસ્ટ્રેશન મોડ્યુલ દ્વારા લોકો કોરોના વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
CoWIN Appથી વેક્સિનેશન પ્રક્રિયાસ, વહીવટી પ્રક્રિયા, વેક્સિનેશન કર્મીઓ અને તે લોકો માટે એક મંચની જેમ કામ કરશે જેમને વેક્સિન લગાવવામાં આવવાની છે. કોવિન એપમાં 5 મોડ્યુલ છે. પહેલો વહીવટી મોડ્યૂલ, બીજું રજિસ્ટ્રેશન મોડ્યુલ, ત્રીજું વેક્સિનેશન મોડ્યુલ અને ચોથું લાભાન્વિત સ્વિકૃતિ મોડ્યૂલ અને પાંચમું રિપોર્ટ મોડ્યુલ.
સ્વાસ્થ્ય મંત્રીએ હવે માત્ર દેશના ત્રણ કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને ફ્રી વેક્સિન આપવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, ફ્રી વેક્સિન માત્ર તે લોકોને જ આપવામાં આવશે જે હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વર્કર છે. એવા લોકોની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે. બાકીના લોકોને વેક્સિન કેવી રીતે લાગશે તેના પર જુલાઈ સુધીમાં નિર્ણય થશે.