અંકલેશ્વર : સ્પેશિયલ સિવાયની તમામ ટ્રેનોને લાગી બ્રેક, જુઓ વેપારીઓ તથા નોકરીયાતોના કેવા છે હાલ
રેલવેને ભારતની જીવાદોરી ગણવામાં આવે છે અને રોજના કરોડો મુસાફરો રેલવે ટ્રેનોમાં એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય છે. કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલાં લોકડાઉન બાદ ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. હાલ રેલવે વિભાગ માત્ર વિશેષ ટ્રેનો દોડાવી રહયું હોવાથી નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સંખ્યા ઘટી જતાં સ્ટેશનની બહાર દુકાન ધરાવતાં વેપારીઓને આર્થિક નુકશાન થઇ રહયું છે. જુઓ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી અમારો વિશેષ અહેવાલ.
કોરોનાની મહામારીના કારણે રેલ્વે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેન સિવાયનો તમામ રેલ વ્યવહાર બંધ કરી દેવાતા રેલ્વે સ્ટેશનોની બહાર વેપાર રોજગાર કરતાં વેપારીઓની હાલત કફોડી બની છે.ટ્રેનમાં રોજીંદી મુસાફરી કરતાં મુસાફરોની અવર જવર ઓછી થતાં વેપારીઓના વેપાર પર અસર પહોચી છે અને તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત રીકશાચાલકોને પણ લોકડાઉનનો માર પડયો છે.