ભૂ-માફિયા મામલે અલ્પેશ ઠાકોર મેદાને ઉતર્યા

645 Views

લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ થયા બાદ ભાજપ નેતાએ હવે ભૂમાફિયાના નામ પુરાવા સાથે જાહેર કર્યાનો દાવો કર્યો છે. અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ દરમ્યાન નામો જાહેર કર્યા છે. બિલ્ડર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ જણાને ભૂ-માફિયા ગણાવ્યા છે. અલ્પેશ પટેલે ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલ, ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ અને અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતો ભૂમાફિયા હોવાનો દાવો કર્યો છે.

ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી પાડ્યાનો અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે. ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ કર્યો છે તો ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેની પર લાગેલા ભૂ-માફિયાના આરોપ સાબિત કરી બતાવવા પણ વિરોધીઓને પડકાર ફેંક્યો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ખેડૂતોના ભોળપણ અને નિરક્ષતાનો લાભ ઉઠાવવામાં આવ્યો છે. સાથે સાથે જણાવ્યું કે ખાતામાં આવેલું વળતર પણ ભૂ-માફિયાઓ ચાઉં કરી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *