કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે હવાઇ સંપર્ક કપાયો

843 Views

સમ્રગ કાશ્મીર ખીણમાં હિમવર્ષાને પગલે માર્ગો તથા હવાઇ સેવાઓ પણ બંધ કરવા પડતાં કાશ્મીરનો બાકીના દેશ સાથેનો પરિવહન સંપર્ક કપાયો છે. મીડિયાના જણાવ્યા અનુસાર શ્રીનગર એરપોર્ટ પર હવાઇ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

સમગ્ર દિવસ દરમિયા હિમવર્ષાને કારણે વિઝિબિલિટી બિલકૂલ ધૂંધળી થઇ જતાં એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા કોઇપણ વિમાનને શ્રીનગર એરપોર્ટ પરથી ઉડ્ટયન કે ત્યાં ઉતરાણની પરવાનગી આપવામાં આવી ન હતી. સોમવારે હવામાન સાનુકૂળ હશે તો જ એરપોર્ટ પર હવાઇ સેવા ચાલુ કરવાની પરવાનગી અપાશે.

કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે હિમવર્ષા થઇ હતી. વહેલી સવારથી શરૂ થયેલી હિમવર્ષા દિવસભર ચાલુ રહેતાં સર્વત્ર બરફના થર જામ્યા હતા. હજુ બે દિવસ સુધી હિમવર્ષા ચાલુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીનગરમાં સર્વત્ર ત્રણથી ચાર ઇંચ હિમવર્ષા થઇ હતી. દક્ષિણ કાશ્મીરમાં કાશ્મીર ખીણનું પ્રવેશદ્વાર ગણાતા કાઝીગુંડમાં નવ ઇંચ હિમ વર્ષા નોંધાઇ હતી. પર્યટકોના માનીતાં પહેલગામમાં છ ઇંચ જ્યારે કોકેનાગમાં નવ ઇંચ જેટલી હિમવર્ષા થઇ હતી. ગુલમર્ગમાં ચાર ઇંચ હિમવર્ષા નોંધાઇ હતી. જવાહર ટનલ આસપાસ દસ ઇંચ જેટલી બરફવર્ષા થતાં ત્યાં ટ્રાફિક અટકાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *