સુરતના વરાછામાં બે માથાભારે યુવાનોએ વેપારી પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી
સુરતના વરાછા વિસ્તારમાં બે માથાભારે યુવાનોએ 50 રૂપિયાની ફાટેલી નોટ નહિ લેનારા વેપારી પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે.
સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટી ચાલ આવેલી છે. અહી ૨૮ વર્ષીય અમરદીપ કરીયાણાની દુકાન ચલાવતો હતો. ગતરોજ તે દુકાન પર હતો ત્યારે બે યુવાનો ત્યાં આવ્યા હતાં. તેમણે ૫૦ રૂપિયાની ફાટેલી નોટ આપી અમરદીપ પાસે સોડા તથા અન્ય સામાન માંગ્યો હતો. નોટ ફાટેલી હોવાથી અમરદીપે નોટ સ્વીકારવાનો ઇન્કાર કરી બીજી નોટ આપવા જણાવ્યું હતું.
વેપારીએ ફાટેલી નોટ નહિ લેતાં બંને ઉશ્કેરાય ગયાં હતાં અને અમરદીપ પર જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્ત અમરદીપને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો પણ તેનો જીવ બચાવી શકાયો ન હતો. મૃતક અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરૂખ શાકીર શેખ તથા જુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ મૃતક અમરદીપના પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે.