ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 698 કેસ નોંધાયા
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સંક્રમણ અંગેનાં સરકારી આંકડા રાહત આપનારા છે, રાત્રી કર્ફ્યું તથા લોકોની જાગૃતીનાં કારણે સંક્રમણ ઘટી રહ્યું છે, જો કે કોરોનાનાં નવા સ્ટ્રેનથી લોકોમાં ચિંતાનો માહોલ છે, રાજ્યમાં નવા 698 કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં 898 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,34,558 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યનાં અલગ-અલગ ભાગોમાં નોંધાયેલો કોરોના દર્દીઓનો મૃત્યુઆંક જોઇએ તો, અમદાવાદ કોર્પોરેશનનાં 02 અને સુરતનાં 01 દર્દી સહિત કુલ 03 દર્દીઓનાં મોત થતા અત્યાર સુધીમાં કુલ 4321 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના વાયરસ સંક્રમિતોની વિગત આ પ્રમાણે છે.
અમદાવાદ કોર્પોરેશન 142, સુરત કોર્પોરેશન 102, વડોદરા કોપોરેશન 102, રાજકોટ કોર્પોરેશન 49, વડોદરા 28, દાહોદ 26, કચ્છ 23, સુરત 22, નર્મદા 15, રાજકોટ 15, ગાંધીનગર 13, ખેડા 13, ભરૂચ 12, મોરબી 12, ભાવનગર કોર્પોરેશન 11, ગાંધીનગર કોર્પોરેશન 11, જુનાગઢ 10, આણંદ 9, બનાસકાંઠા 9, પંચમહાલ 8, જુનાગઢ કોર્પોરેશન 7, સુરેન્દ્રનગર 7, જામનગર કોર્પોરેશન 6, મહેસાણા 6, સાબરકાંઠા 6, ગીર સોમનાથ 5, ભાવનગર 4, મહીસાગર 4, તાપી 4, અમરેલી 3, અરવલ્લી 3, નવસારી 3, અમદાવાદ 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1, જામનગર 1, વલસાડ 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 94.61 ટકા થઇ ચુક્યો છે. આજે રાજ્યમાં કુલ 47,995 ટેસ્ટ કરવામાં આવ્યા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 98,58,659 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,06,932 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,06,271 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 121 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 9,047 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 60 છે. જ્યારે 8,986 લોકો સ્ટેબલ છે.