હેપ્પી બર્થ ડે : દીપિકા પાદુકોણનો આજે 35મો જન્મ દિવસ

1,576 Views

બોલિવૂડ સફળ એક્ટ્રેસિસમાંથી એક દીપિકા પાદુકોણનો આજે 35મો જન્મ છે. તે સોશિયલ મીડિયા પર હમેશાં ચર્ચમાં રહે છે. તેનાં ફેન્સ ફિલ્મોની સાથે સાથે તેની પર્સનલ લાઇફ અંગે જાણવામાં પણ ઘણો રસ લે છે. એક સમયે દીપિકા બોયફ્રેન્ડે આપેલો દગો તે સહન કરી શકી ન હતી. અને સંપૂર્ણ રીતે ડિપ્રેશનમાં જતી રહી હતી. પણ તેણે પોતાને ડિપ્રેશનમાંથી બહાર કાઢી હતી. અને તેની ગુમાવેલી એનર્જી માનસિક અને ભાવનાત્મક મજબૂતી બધુ જ પાછુ મેળવ્યું હતું. આ રીતે દીપિકાએ જોરદાર વાપસી કરી હતી. જે બાદ તે કરિઅર અને પર્સનલ લાઇફ બંનેમાં સફળ રહી. દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતાં. આ પહેલાં તે રણબીર કપૂરને ડેટ કરતી હતી. બંનેમાં એવું બોન્ડિંગ જોવા મળ્યું કે, લગ્નની વાતો થવા લાગી હતી. પણ પછી દીપિકાને રણબીર તરફથી પ્રેમમાં દગો મળ્યો હતો.

દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને દગો આપ્યા બાદ તે માફી માંગવા લાગ્યો હતો. દીપિકાએ કહ્યું કે, ‘મારા માટે સેક્સ ફક્ત ફિઝિકલ હોવું નથી તેની સાથે ભાવનાઓ પણ જોડાયેલી હોય છે. મે અત્યાર સુધી મારા કોઇ રિલેશનમાં દગો નથી આપ્યો. મને દગો આપવો હોય તો હું સંબંધમાં કેમ રહું. તેનાં કરતાં તો હું સિંગલ રહી મસ્તી કરું. દરેક વ્યક્તિ આવું નથી હોતું. હું એવી હતી કે તેને રંગેહાથે ઝડપ્યા બાદ પણ તેને બીજો ચાન્સ આપ્યો હતો. દીપિકાએ કહ્યું કે, તેણે મારી માફી માંગી, તો મે તેને માફ કરી દીધો પણ મને તે બધામાંથી બહાર આવવામાં ખુબ સમય લાગ્યો હતો. હવે હું તેમાંથી સંપૂર્ણ બહાર આવી ગઇ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *