કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે અમારે કોઈ લેવા દેવા નથી: રિલાયન્સ

1,445 Views

પંજાબમાં રિલાયન્સ વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન મામલે રિલાયન્સ તરફથી ખેડૂતો સામે પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી ચોથી જાન્યુઆરીના રોજ કહેવામાં આવ્યું છે કે, કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. સાથે જ કંપનીએ એવું પણ કહ્યું છે કે કંપનીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોઈ જમીનની ખરીદી કરી નથી. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ જમીન ખરીદવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. કંપનીએ કહ્યું છે કે તેમનો ઇરાદો ખેડૂતોને વધારે તાકાતવાર બનાવવાનો છે.

RIL તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની ખેડૂતો અને સપ્લાયર્સ પાસેથી સામાનની સીધી ખરીદી પણ કરતી નથી. કંપની ખેડૂતો પાસેથી ફક્ત મિનિમમ સપોર્ટ પ્રાઇસ (ટેકાના ભાવે) જ ખરીદી કરે છે. અમારો એવો આગ્રહ રહેશે કે અમારા સપ્લાયર્સ હાલની ટેકાના ભાવની વ્યવસ્થાને વળગી રહે. એટલું જ નહીં, ભવિષ્યમાં સરકાર આ માટે જે પણ વ્યવસ્થા લાગૂ કરે તેને પણ ચુસ્ત રીતે અનુસરે.

રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, કંપનીએ ક્યારેય ખેડૂતો પાસેથી ખોટો ફાયદો ઉઠાવવા માટે લાંબા સમયના કોન્ટ્રાક્ટ કર્યાં નથી અને તેમના સપ્લાયર્સ પણ નક્કી કરવામાં આવેલી કિંમત કરતા ઓછા ભાવે ખરીદી ન કરે તે સુનિશ્ચિત કરે છે. ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *