સિડની ટેસ્ટ : રાષ્ટ્રગીત દરમિયાન મોહમ્મદ સિરાજ થયો ઇમોશનલ

1,543 Views

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ગુરુવારથી સિડનીમાં રમાઈ રહી છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મેચમાં રાષ્ટ્રગીત દરમિયાન ઈમોશનલ થઇ ગયો હતો. તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં હતાં. એનો આ વિડિયો ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી, સિરાજે જ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો. તેણે ઓપનર ડેવિડ વોર્નરને 5 રને પેવેલિયન ભેગો કર્યો હતો. સિરાજે ગઈ મેચમાં મેલબર્ન ખાતે ડેબ્યુ કર્યું હતું. આ તેની બીજી ટેસ્ટ મેચ છે. ડેબ્યુ ટેસ્ટમાં તેણે 5 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટીન પિરિયડને કારણે સિરાજ પિતાના અંતિમસંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો. ફાસ્ટ બોલર સિરાજ IPL રમ્યા બાદ ટીમની સાથે UAEથી સીધો ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. આ દરમિયાન તેના પિતા મોહમ્મદ ઘોસ(53)નું હૈદરાબાદમાં નિધન થયું હતું. તેઓ ઘણા સમયથી ફેફસાંની બીમારીનો સામનો કરી રહ્યો હતા. સિરાજના પિતાએ રિક્ષા ચલાવીને મોહમ્મદ સિરાજને ક્રિકેટર બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *