સુરતના ઉધના વિસ્તારમાં યુવક અને તેના મિત્રના ગળા પર ચપ્પુ મૂકી ૧૧,૭૦૦ રૂપિયાની લુંટ કરનારા બે આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે

560 Views

સુરતના ઉધના વિસ્તારમાં યુવક અને તેના મિત્રના ગળા પર ચપ્પુ મૂકી ૧૧,૭૦૦ રૂપિયાની લુંટ કરનારા બે આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે એક છરો અને મોબાઈલ ફોન સહીત કુલ ૩૧ હજારની મત્તા કબજે કરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં સાંઈકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા આદિત્ય નારાયણ દિનબંધુપાલ ગત ૨૬ તારીખના રોજ પોતાના મિત્ર જયંત દલાઈ સાથે બેઠો હતો. ત્યારે બે ઈસમો તેઓના રૂમમાં ઘુસી આવ્યા હતા. અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ લુંટારુઓએ આદિત્યના ગળા પર ચપ્પુ મુકીને તેના મિત્રને ઢોર માર મારીને 11 હજારનો ફોન અને રોકડા સહિત 11700ની મત્તા લૂંટીને નાસી ગયા હતા. આ મામલે ગત ૫ તારીખે આદિત્યએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉધના પોલીસે ઉધનાના ગણપતી મહોલ્લામાં રહેતા કાન્હા મલ્લા અને પંચાનન સેનાપતિની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી બાઈક,મોબાઈલ અને છરો મળી કુલ ૩૧,૭૦૦ રૂપિયાનો મુદ્દામલ કબ્જે કર્યો છે.આરોપી કાનહા મલ્લા અગાઉ ખટોદરા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *