અમદાવાદમાં ઈસરો પાસે BRTSનું ટાયર ફાટતા અકસ્માત

655 Views

અમદાવાદના પોશ વિસ્તાર ઈસરો પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. BRTS બસનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો છે. ઈસરો BRTS કોરીડોરમાં બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. બસ પોતાના નિર્ધારીત રૂટ પર હતી તે દરમ્યાન અચાનક બસનું ટાયર ફાટતા વીજ પોલ પાસે અથડાઈ હતી. બસમાં ડ્રાઈવર સહિત 6 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી. દોઢ માસમાં BRTS બસનું ટાયર ફાટવાની આ બીજી ઘટના છે.

અકસ્માત પછી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ઈલેક્ટ્રિક પોલ સાથે ટકરાઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ પહેલા 9 ડિસેમ્બર 2020ના રોજ અખબાર નગર અંડરપાસ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસનું ટાયર ફાટતા સીધી અંડરપાસમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *