આ એક્ટ્રેસ કોરોના વેક્સીન લગાવનારી પહેલી ભારતીય એક્ટ્રેસ

1,381 Views

કોરોના વાયરસથી લડવા માટે વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના વેક્સીન લગાવનારી પહેલી ભારતીય એક્ટ્રેસ છે. આપણે ગોપી કિશન, આંખે, બેવફા સનમ, ખુદા ગવાહ જેવી હિટ ફિલ્મોમાં શિલ્પા શિરોડકરને જોઈ છે. જેને હાલમાં જ વેક્સીન લગાવી છે. શિલ્પા મોટા પડદાથી લાંબા સમયથી ગૂમ છે. વેક્સીનેશન બાદ શિલ્પાએ તેનો અનુભવ પણ શેર કર્યો છે.

શિલ્પા શિરોડકરે તેની તસવીરોની સાથે આ માહિતી તેનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું છે કે, ‘વેક્સીનેટેડ અને સુરક્ષિત… આ ન્યૂ નોર્મલ છે.. 2021 હું આવી રહી છું.’ શિલ્પાની આ તસવીર સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં કોઈ જ ભારતીય એક્ટ્રેસે વેક્સીન નથી લગાવી. શિલ્પાએ દુબઈમાં વેક્સીન લગાવી છે. તે લગ્નનાં થોડા સમય સુધી ઈન્ડિયામાં હતી બાદમાં તે દુબઈ ચાલી ગઈ હતી. શિલ્પા શિરોડકર જલ્દી જ બિગ સ્ક્રિન પર વાપસી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *