ગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન
94 વર્ષથી વયે લીધા અંતિમ શ્વાસ
માધવસિંહ સોલંકી ગુજરાતના 7માં મુખ્યમંત્રી હતા
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ રાજ્યના 7માં મુખ્યમંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી રાજ્યમાં 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ પોતાની ખામ થિયેરીને લઇને પ્રખ્યાત હતા. ખામ થિયેરીના આધારે વિધાનસભામાં સૌથી વધુ બેઠક મેળવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે. તેઓએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.
માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે, ગુજરાતમાં ઐતિહાસિક સૌથી વધુ 40.18 ટકા વિકાસદર તેઓના શાસનમાં રહ્યો હતો. તેઓએ ખેત મજુરોના દૈનિક વેતનમાં વધારો કરી લઘુત્તમ વેતનનો આરંભ કર્યો હતો.