આહવા ખાતે વોટરશેડ ની યોજનાની માયાજાળ*

565 Views

*આહવા ખાતે વોટરશેડ ની યોજનાની માયાજાળ*

*ડાંગ જિલ્લા આહવા ખાતે આવેલ વોટરશેડ યોજના હેઠળ સરકાર શ્રી યોજના ઓને પાણીની જેમ ચૂનો લગાડતી એજન્સીઓ સાથે સાથે એજન્સીના અધિકારીઓના કારનામા*

ડાંગ જિલ્લા ખાતે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં આવી છે. જેમાં વોટરશેડ યોજના માંથી વધારે પડતી કટકીઓ થાય છે. એમ લોકો દ્વારા અને અંદરની માહિતીઓ દ્વારા જાણવા મળેલ છે.
અધિકારીઓ દ્વારા સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ કામ કરવામાં આવતું નથી પરંતુ સરકારશ્રીની ગાઈડ લાઈન વિરુદ્ધ પોતાની મન મરજી મુજબ કામો કરવામાં આવે છે. જેમકે પોતાની મન-મરજી મુજબ ટેન્ડરો ખોલવામાં આવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. ટેન્ડરો ખોલવાની શરતો નક્કી કરવામાં આવે છે. પરંતુ એ શરતોને આધીન એજન્સીઓ પુરી કરતા નથી છતાં બંધ બારણે અધિકારીઓ અને એજન્સી ઓની સાઠગાંઠ દ્વારા ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. લોકો દ્વારા જાણવા મળેલ માહિતી અન્વયે…
આ ટેન્ડર પ્રકિયાની જાહેરાત અમુક જ ન્યૂઝ પેપરોમા આપવામાં આવે છે. જે નાના નાના ન્યૂઝ પેપરોમા આપી રહ્યા છે અને પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે છે જે ફક્ત ને ફક્ત અધિકારી ઓને એજન્સીઓને માહિતીઓ એજન્સી ઓને જ ખબર હોય છે.
-> ખરેખર તો અધિકારીશ્રીઓ અને એજન્સીઓની મીલીભગત હોય તેઓને કામો આપવામાં આવે છે.
->જાણવા મળેલ માહિતી મુજબ થોડીક એજન્સીઓ દ્વારા ખોટા ટર્ન ઓવરના સર્ટી રજૂ કરીને કામો લેવામાં આવી રહ્યા છે. જે તપાસ કરવામાં આવેતો ઘણા બધા, જોપાવો બહાર આવશે એવુ લાગી રહ્યું છે.

“ખરેખર તો ડાંગ જિલ્લમાં સરકારશ્રી દ્વારા ઘણા વિકાસના કામો કરવામાં આવે છે પરંતુ એજન્સીઓ અને સરકારી બાબુઓના ખીસાજ ભરવામાં આવે છે કારણકે સરકારશ્રીના નિયમો મુજબ કામો કરવામાં આવતા નથી ક્યાં તો દેખરેખનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ પણ એજન્સીઓ ખાલી હાથે આવે છે. અને બાબુઓ પણ ખાલી હાથે આવે છે. અને ખોખો ભરીને જતા રહે છે.
-> જાણવા મળેલ માહીતી અનુસાર અધિકારી શ્રીઓ પોતાના વોટ્સઅપ ગ્રુપ ચાલવામાં આવે છે.જે યથા યોગ્ય. એ તપાસનો વિષય છે. અને વહાર્ટસપપ દ્વારા કામો પાર પાડવામાં આવી રહ્યા છે.
->અને જયારે કામોની બહાર આપી દેવામાં આવે છે ત્યાંના નિરીક્ષણ પણ કરવામાં આવતું નથી હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવે છે જે અધિકારી અને એજન્સીઓની સાઠ ગાંઠ દર્શાવે છે. જે તપાસ નો વિષય છે
-> અને જાણવા મળેલ માહિતી મુજબ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બધા હાજર ન હોય છતાં પ્રકિયા પૂર્ણ કરવામાં આવે છે. જાણવા મળેલ માહતી અનુસાર…
->લેવલિંગના કામોનું M.B કેવી રીતે લખવામાં આવે છે? એનું માપ કયા હિસાબે કાડવામાં આવે છે? ત્યાંની નીકળેલી માટી ક્યાં નાખવામાં આવે છે (ઉપયોગ કરવામાં આવે છે??) તેની રોયલ્ટી ભરવામાં આવે છે? તો ક્યાં ભરવામાં આવે છે? એતો ઓફિસ વાળા ને જ ખબર કે સરકાર ને અમે ચૂનો લગાવીએ છીએ..
->હવે પસીના જે કામો કરવમાં આવે તે કામો તેની દેખરેખ યોગ્ય રીતે થાય તેવું કરવામાં આવે નહિ તો સરકારશ્રીના નાણાંના ઉપયોગ ખોટી જગ્યાએ ઉપયોગ થયો છે. એવુ લાગશે એવુ સ્થાનિક વર્તુળોમા ચર્ચાઈ રહ્યું છે.
->અને આ ઓફિસ માટે બે ત્રણ છાપાઓમા આવેલ છે. છતાં ત્યાંના અધિકારીશ્રીઓ દ્વારા ધ્યાનમા લેવામાં આવતું નથી તો ધ્યાન પર લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું….?

*વોટરશેડ ની વધુ માહિતી આવતા અંકે*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *