ગુજરાત HCએ રીક્ષા ચાલકોને રેલ્વે પરિસરમાં પ્રવેશવા માટે આપી મંજૂરી
599 Views
ગુજરાત હાઈકોર્ટે રિક્ષાચાલકોના હિત માટે ચુકાદો જાહેર કર્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે રિક્ષાચાલકોને રેલ્વે સ્ટેશનના પરિસરમાં પ્રવેશવા માટેની મંજૂરી આપી દીધી છે. અગાઉ કાલુપુર રેલ્વે સ્ટેશન પરિસરમાં ઓટો રિક્ષા ચાલકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે આ ચુકાદા સામે ઓટોરિક્ષા ચાલક યુનિયને હાઈકોર્ટેમાં અરજી કરી હતી.
હાઈકોર્ટે જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટેની પોલિસી બનાવવામાં આવી છે તેનું પાલન થાય તે ખૂબ જરૂરી છે. આ ચુકાદાથી રીક્ષા ચાલકોમાં આનંદનો માહોલ છે. લોકડાઉન લાગુ થયા બાદ રિક્ષા ચાલકોની હાલત કફોડી બની ગઈ હતી, ઉલ્લેખનીય છે કે કાળુપુર સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. હાઈકોર્ટમાં અરજી દાખલ થયા બાદ તંત્ર દ્વારા રિક્ષાચાલકોને મંજૂરી અપાઈ છે.