વલસાડના સાઈ લીલા મોલમાંથી ઝડપાયું કુટણખાનું, સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું

1,798 Views

વલસાડના સાઈ લીલા મોલમાંથી ઝડપાયું કુટણખાનું,સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું, 4 લલના, 1 ગ્રાહક, મેનેજર સહિત 7ને ઝડપી પાડ્યા
જોકે પોસ વિસ્તારમાં આવેલ આ સ્પામાં અગાઉ પણ મોટું સેક્સ રેકેટ ઝડપાઇ ચૂક્યું હતું. આ વખતે ફરી એક વાર વલસાડ LCBની ટીમે રેડ પાડી 4 લલના સહીત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વારંવાર આ સેક્સ રેકેટ માં સંડોવાયેલ મહિલા કોણ છે જે યુવતીઓ ની મજબૂરી નો લાભ ઉઠવતી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં પણ પોલીસેસાંઈ લીલા મોલમાં આવેલ સ્પામાં રેડ કરી હતી અને ત્યારે પણ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ત્યાર બાદ આ સ્પાને પોલીસે બંધ કરાવી દીધું હતું. એ વખતે પણ આ સેક્સ રેકેટની મુખ્ય સૂત્રધાર એવી મુંબઈની પૂનમ જૈન નામની મહિલાનું નામ ખૂલ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધી હતી.પરંતુ તે જામીન પર મુક્ત થઈ હતી. જોકે તેમ છતા પૂનમ જૈન નામની આ મહિલાએ ફરી એક વખત નામ બદલી ને આ સેક્શ રેકેટ સરું કર્યું હતું અને અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી અને આ દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવતી હતી.જોકે આજે પોલીસ ની આ કાર્યવાહી વખતે મુખ્ય આરોપી અને સ્પા ની સંચાલિકા પૂનમ જૈન મળી આવી નહિ હતી..આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી અને તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે એક વખત પોલીસના હાથે ઝડપાયા બાદ જામીન પર છૂટી ફરી એક વખત પૂનમ જૈન એ સેક્સ રેકેટ ચલાવતી હોવાનો પર્દાફાસ થતાં આરોપી પૂનમ જૈન ના જામીન રદ્દ કરી તેની ધરપકડ કરી આ કેસ માં ગાળિયો મજબૂત કરવા વલસાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *