માસિક શિવરાત્રી 2021: આજે છે વર્ષની પહેલી માસિક શિવરાત્રી, સર્જાશે વિશેષ
માસિક શિવરાત્રી 2021 નો ઉપવાસ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. આ દિવસે વ્રત કરવાથી અને સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પુરી થાય છે. એવું માનવામાં આવે છે કે માસિક શિવરાત્રીનું વ્રત કરવાથી કન્યાને ઇચ્છિત વર ની પ્રાપ્તિ થાય છે અને લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.
હિન્દુ પંચાગ મુજબ, દર મહિનાની કૃષ્ણ પક્ષની ચોથના દિવસે માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે જ્યારે મહાશિવરાત્રી વર્ષમાં એકવાર જ ઉજવવામાં આવે છે. માસિક તહેવારોમાં શિવરાત્રીનો ઉપવાસ ખૂબ મહત્વનો છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમે ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો છો. વર્ષની પ્રથમ માસિક શિવરાત્રી આજે ઉજવાઈ રહી છે.
માસિક શિવરાત્રી પર વિશેષ સંયોગ
આ વખતે માસિક શિવરાત્રી સોમવારે આવેલી છે. સોમવારએ ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શિવરાત્રીનું વ્રત રાખનારાઓની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. માસિક શિવરાત્રી અને આ વિશેષ સંયોગને લીધે આજે ભક્તો જે ભગવાન શિવની સાચા હૃદયથી પૂજા કરે છે તેઓને વિશેષ પુણ્ય મળે છે..
માસિક શિવરાત્રીનું મહત્વ
એવું માનવામાં આવે છે કે માસિક શિવરાત્રીનું વ્રત ખૂબ પ્રભાવશાળી છે. આ દિવસે વ્રત કરવાથી અને સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપવાસ અને ઉપાસના કરતા લોકોની બધી સમસ્યાઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે માસિક શિવરાત્રીનું વ્રત કરવાથી કન્યાને ઇચ્છિત વર મળે છે, અને લગ્નમાં આવતી તકલીફો દૂર થાય છે.. માસિક શિવરાત્રી પર શિવ ચાલીસાનું ઘણું મહત્વ છે. ભગવાન શિવની શિવ ચાલીશા ના જાપ કરવાથી પ્રસન્ન થાય છે.