મોટા સમાચાર : આજ સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવશે કોરોના વેક્સીન, ગાંધીનગર ખાતે સ્ટોરેજની તૈયારી

1,513 Views

ગુજરાત (Gujarat)માં કોરોના વેક્સિન (Corona Vaccine) માટે રાજ્ય સરકાર (State Government) તૈયાર છે, દેશભરમાં 16મી જાન્યુઆરી (January)એથી વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે, તે સંદર્ભે આજે સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવવા જઈ રહી છે. કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે લઈ જવામાં આવશે. બીજી બાજુ વેક્સિન ગાંધીનગર લઈ જવા માટે ગ્રીન કોરિડોર કરવામાં આવશે. તેના માટે ગાંધીનગરના રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. DCP,ACP,PI,PSI સહિતના પોલીસ કર્મી આખા રૂટ પર તહેનાત રહેશે. એટલું જ નહીં અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જે જગ્યાએ વેક્સિન રાખવાની છે ત્યાં સ્ટોરેજ રૂમ પર પોલીસનો રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે.

કોરોના રસીકરણની જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે ઘડી આખરે આવી ગઈ છે. આજે સાંજ સુધીમાં ગમે તે સમયે કોરોનાની રસીની પહેલી ખેપ આવશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોરોન રસીની પહેલી ખેપ આવશે. રાજ્યમાં રસીકરણના કાર્યક્રમને લઈ 6 રીજનલ સેન્ટર પણ ઉભા કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટમાં સેન્ટર બનાવાયા છે, એટલું જ નહીં, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં પણ સેન્ટર બનાવાયા છે. પરંતુ હાલ પહેલી ખેપ મુખ્ય સેન્ટર પરથી જિલ્લાઓમાં મોકલાશે. ત્યારબાદ ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત (Gujarat)માં કોરોના વેક્સિનની તમામ તૈયારીઓને લઈને સીએમ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે, વેક્સિન માટે ગુજરાત સરકાર (Gujarat Government) તમામ રીતે સજ્જ છે. વેક્સિન સેન્ટર પર 3 રૂમ હશે – વેઈટિંગ રૂમ, વેક્સિન રૂમ, ઑબ્ઝર્વેશન રૂમ. તેમણે કહ્યું કે 6 સ્થળો પર સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, વેક્સિનને લઈને ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી પણ ચાલી રહી છે.

ગુજરાતમાં ડેટાબેઝ તૈયાર કરવાનું કામ પૂર્ણ

વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે, 50 વર્ષથી ઉપરના 1 કરોડ 5 લાખ લોકો છે. તેનાથી નાના 2 લાખ 75 હજાર લોકો ગંભીર બીમારીથી પીડાય છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી મળીને 6 સ્થાનો પર વેક્સિન ડ્રાય રન સફળતાપૂર્વક કરાઈ છે. 16 હજાર વર્કર્સને વેક્સિનેટર તરીકે તૈયાર કરાશે. વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરાશે. જેમાં વેઈટિંગ રૂમ, વેક્સિન રૂમ તથા ઓબ્ઝર્વેશન રૂમ પણ તૈયાર કરાશે. જેથી કોઈ આડઅસર દેખાશે તો તેને તાત્કાલિક ઓર્બ્ઝવેશન રૂમમાં સારવાર અપાશે.

ડૉક્ટરો અને કોરોના વૉરિયર્સની પ્રશંસા કરી

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના સામેની લડાઈમાં આપણે જીત મેળવી છે. તેમણે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટરો અને કોરોના વૉરિયર્સની પ્રશંસા કરી. સીએમ રૂપાણીએ કહ્યું કે, ડૉક્ટરો અને કોરોના વૉરિયર્સે ઉત્કૃષ્ટ કામગીરી નીભાવી છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને કહ્યું કે, ગુજરાતમાં પ્રાયોરિટી પ્રમાણે દરેકને વેક્સિન મળશે. રાજ્યમાં વેક્સિનેશનની પ્રોસેસ માટે ગુજરાત તૈયાર છે. તેમણે અફવાઓ પર ધ્યાન ના આપવા પણ લોકોને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *