અમદાવાદનો નહેરુ બ્રિજ કરાશે બંધ, જાણો શું છે કારણ
1,712 Views
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 1962માં બનેલા સાબરમતી નદી પરના નહેરુબ્રિજ ખખડી ગયો છે એટલે આ ખખડી ગયેલા બ્રિજના રિપેરિંગ માટેનાં ચક્રો તંત્રે ગતિમાન કર્યાં છે. જેના કારણે અમદાવાદનો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નહેરૂબ્રિજ 15થી 30 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. નેહરૂબ્રિજ સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે બંધ રહેશે. જેથી વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી શકે તેમ છે. નેહરૂબ્રિજ પરથી પસાર થતાં લોકોને વૈકલ્પિક રૂટ તરીકે લૉ ગાર્ડન તરફ આપવામાં આવ્યો છે.