ચીને લદ્દાખમાં LAC પાસેથી 10,000 સૈનિક હટાવ્યા
લદ્દાખમાં વાસ્તિવક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે પાછલા આઠ મહિનાઓથી ગતિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં LAC પાસે નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 10,000 સેનિકોને હટાવી લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે. જો કે, સરહદી વિસ્તારોમાં પહેલા જેવી જ તૈનાતી કાયમ છે, બંને પક્ષોના સૈનિક તે સેક્ટરના અનેક સ્થાનો પર એકબીજાની આમને સામને છે.
મીડિયાના સૂત્રોએ જણાવ્યું કે, ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં LAC પાસે નીચાણવાળા ક્ષેત્ર તેમજ નજીક પરંપરાગત તાલીમ ક્ષેત્રોમાંથી આશરે 10,000 સૈનિકો પરત હટાવી લીધા છે. જણાવી દઈએ કે, ચીની પરંપરાગત તાલીમ ક્ષેત્ર આશરે 150 કિલોમીટર અને LACની ભારતીય સાઈડની બહાર છે. ગયા વર્ષે એપ્રિલ-મે દરમિયાન ચીને આ સૈન્ય તૈનાત કર્યા હતા. ભારતીય સરહદ પાસે તૈનાત ચીની સેના દ્વારા લાવવામાં આવેલુ ભારે હથિયાર હજુ પણ આ વિસ્તારમાં જ છે. નીચાણવાળા વિસ્તારોથી સૈનિકોને હટાવવાનું કારણ વધારે ઠંડી હોઈ શકે છે અને તેમના માટે તે વધારે ઠંડા વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકોને તૈનાત કરવા મુશ્કેલભર્યું કામ હોઈ શકે છે.