ABVP મોરબી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરી
ABVP મોરબી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરી. સ્વામી વિવેકાનંદ પૂજન ,સ્વામી વિવેકાનંદ જીવન આધારિત પ્રદર્શની ,પુષ્પ અર્પણ કરવામાં આવ્યું.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઇ 1949 થી વિધાર્થીઓ ના પ્રશ્નો ના નિરાકરણ માટે રચનાત્મક અને આંદોલનાત્મક કાર્ય કરતું દેશ નું સૌથી મોટું સંગઠન છે. 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ જયંતિ નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.
સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે ABVP મોરબી દ્વારા નવયુગ સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ શહેર ની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ના જીવન પર આધારિત પ્રદર્શની નું આયોજન તેમજ પૂજન કરવામાં આવ્યું હતું.તેમજ દરબારગઢ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમા ને પુષ્પ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી હતી.