ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વર્ષે મકરસંક્રાંતીની ઉજવણી નહી કરે
1,391 Views
હાલમાં જ રાજયસભાના સાંસદ તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ખાસ સ્નેહી-મિત્ર અભયભાઇ ભારદ્વાજનું નિધન થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના રાજકોટના લાંબા સમયના મિત્રો સાથે દર વર્ષે જે પતંગ ઉડાડવાની મજા માણે છે તે આયોજન આ વર્ષે કરવામાં આવ્યુ નથી.
મુખ્યમંત્રી રૂપાણી તા.14 અને 15ના પોરબંદર તથા જામનગર જિલ્લાના પ્રવાસે છે અને રાત્રી રોકાણ રાજકોટ કરી શકે છે. પરંતુ તેમના મિત્રો સાથે 37 વર્ષમાં પ્રથમ વખત પતંગ ચગાવશે નહી. સ્વ.અભયભાઇ ભારદ્વાજ આ પતંગોત્સવમાં સતત સામેલ રહેતા હતા અને સૌના સહભાગી બનતા હતા. તેમની ખોટ વિજયભાઇ રૂપાણી તથા તેમના મિત્રોને પડી છે અને ચાલુ વર્ષે પતંગ ઉજવણી નહી કરવા નિર્ણય લીધો છે.