સુરતમાં પતંગ પકડવાને કારણે યુવકને વીજ કરંટ લાગ્યો હોવાની પણ ઘટના બની છે.
સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના ચોથા માળે 10 વર્ષનો માસૂમ ઉત્તરાયણની ઉજવણી કરતો હતો. પણ આ દરમિયાન એક કપાઈને આવેલો પતંગ પકડવા જતાં તે ચોથા માળેથી નીચે પટકાયો હતો. જે બાદ તાત્કાલિક બાળકને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. મૃતક અક્ષય રાજુભાઇ ભાગવત (ઉ.વ. 10 રહે. રાજસ્થાન) બુધવારે વતનથી સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. ત્રણ સંતાનોમાં અક્ષય મોટો દીકરો હોવાનું પિતાએ જણાવ્યું હતું.
તો બીજી બાજુ સુરતમાં પતંગ પકડવાને કારણે યુવકને વીજ કરંટ લાગ્યો હોવાની પણ ઘટના બની છે. સુરતના પાંડેસરા જયવીર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક યુવાન લોખંડના સળિયા વડે પતંગ ઉતારતો હતો. આ વખતે સળિયો હાઈપર ટેન્શન લાઈનને અડકી ગયો હતો. જેને કારણે કરંટ લાગતાં યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે ડિંડોલીના મિલેનિયમ પાર્કમાં રહેતો યુવકાન બારડોલી બહેનને મળવા જતો હતો ત્યારે રસ્તામાં ગળામાં દોરી વાગતાં તેને ઈજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.