જો બાઈડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઇ લીધા છે. બાઇડન સાથે કમલા હેરિસે દેશના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે પ્રથમ ભારત ભારતવંશી છે જે અમેરિકાના બીજા સૌથી તાકાતવર પદ પર જોવા મળશે. બાઇડનના શપથગ્રહણ સમારોહમાં પહેલાની પરંપરા તોડતા ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહ્યા ન હતા. ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડીને ફ્લોરિડા ચાલ્યા ગયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું કે આજનો દિવસ લોકતંત્રનો દિવસ છે. આ મહાન રાષ્ટ્ર છે અને આપણે મહાન લોકો છીએ. શાંતિ અને યુદ્ધની સાથે આપણે ઘણા આગળ આવ્યા છીએ. એક વાયરસે અમેરિકાના એટલા લોકોનો જીવ લીધા છે જેટલા જીવ વિશ્વયુદ્ધમાં પણ ગયા ન હતા. કોરોના વાયરસના કારણે અમેરિકામાં ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. હજુ ઘણા ઘાવ ભરવાના છે.

બાઇડને કહ્યું કે હું બધા અમેરિકનોને આહ્વાન કરું છું કે તે અમેરિકાને એક કરવાનું કામ કરે. આપણો ઇતિહાસ સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. દરેક સંઘર્ષમાં આપણે એકસાથે બહાર આવ્યા છીએ તે ગ્રેટ ડિપ્રેશન હોય કે 9/11. દેશને એકતાની સૌથી વધારે જરૂર છે. એકતા વગર શાંતિ હોઈ શકે નહીં. મારો વિશ્વાસ છે કે અમેરિકા આજના અમેરિકાથી ઘણું શાનદાર બની શકે છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.