ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પાંડવા ગામના વતની અને હાલમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા , આહવામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મનિષભાઈ ઝીમનભાઈ ગાંગોડા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , પાટણમાંથી “ બાલધન્વિ જગ્ગૂ વકુલભૂષણ મહા કવિ વિરચિતમ સંયુકતા ’ નામ નાટક – એક સમિક્ષાત્મક અભ્યાસ ‘ વિષય પર સંશોધન લેખ રજૂ કર્યો હતો , યુનિવર્સિટીએ તે માન્ય રાખી તેઓને પી.એચ.ડી.ની પદવી એનાયત કરેલ છે . આ પી.એચ.ડી.ની પદવી મેળવી , ડો.શ્રી મનિષભાઈ ઝેડ.ગાંગોડાએ પોતાનું ગામ પાંડવા, ડાંગ જિલ્લાનું , તેમજ શાળા – સમાજનું નામ રોશન કર્યું છે .મનીષભાઇ ગાંગોડા એ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવાના પૂર્વ વિદ્યાર્થી અને હાલનાં શિક્ષક છે. શાળાના આચાર્ય શ્રી ગોવિંદભાઇ આર.ગાંગોડા અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા સહિતના શાળા પરિવારે તેમને ગૌરવપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.