Sat. Mar 6th, 2021
             

સુરત શહેરના કડોદરા વિસ્તારના જોલવા ગામ નજીક આવેલી મિલના યુનિટમાં એકાએક ભીષણ આગ લાગી હતી, ત્યારે આગ લાગતાં જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના જોલવા ગામ ખાતે આવેલ ગાર્ડન સિલ્ક મિલના એક યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ આસપાસ હાજર રહેલા લોકોમાં ભારે નાસભાગ મચી હતી. જોકે મિલના ફાયર જવાનોએ પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સુરત અને બારડોલી ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ સુરત અને બારડોલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ત્રણ વિભાગના ફાયર જવાનોએ ભેગા મળી સમગ્ર આગને 2 કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી. સદ્દનસીબે મિલની આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી, ત્યારે વહેલી સવારે લાગેલી આગ પર હાલ સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે. હાલ ઘટના સ્થળે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *