twitter.com/whencyclopedia

લગભગ 800 વર્ષ પહેલા પેરુમાં મધ્ય તટ પર એક યુવા વ્યક્તિને દફન કરી દેવામાં આવી હતી. દફન કરવામાં આવેલી વ્યક્તિને મમી બનાવી દેવામાં આવી હતી. તેના શવને ખાસ પ્રકારના કપડાંમાં લપેટીને બાંધી દેવામાં આવી હતી. તેના હાથોને તેના મોઢા ઉપર રાખીને બાંધી દેવામાં આવ્યા હતા. તેના પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. એમ લાગી રહ્યું છે જેમ કે તેને બેસેલી અવસ્થામાં બાંધી દેવામાં આવી હોય. આ મમી એન્ડિયન પર્વતીય વિસ્તારમાં મળી છે.

આ મમી સેકડો વર્ષોથી અહીં જ પડી હતી. આ વર્ષની શરૂઆતમાં તેની શોધ કરવામાં આવી જ્યારે તે એક ગુંબજની શોધ કરી રહ્યા હતા. નેશનલ યુનિવર્સિટી ઓફ સેન માર્કોસના આર્કિયોલોજિસ્ટ યોમિરા સિલ્વિયા હુઆમેન સેન્ટિલેન અને પીયેટર વેન ડાલેન લૂનાએ તેને શોધી. બંનેએ જેવી જ ગુંબજની અંદર મમીને જોઈ તેઓ હેરાન રહી ગયા કેમ કે તેની સ્થિતિ ખૂબ સારી હતી. પેરુમાં મમી મળવી એક મોટા ઇતિહાસની જાણકારી આપી શકે છે. યોમિરા સિલ્વિયાએ કહ્યું કે મમી મળતા જ અમારી સંપૂર્ણ ટીમ ઝૂમી ઉઠી કેમ કે અમે ઇતિહાસના નવા પાનાંની શોધ કરી હતી.

અમને ક્યારેય આટલી મહત્ત્વપૂર્ણ શોધની આશા નહોતી. હવે વધુ કેટલાક સંશોધનકર્તા આ ગુંબજ અને મમીની સ્ટડી કરી રહ્યા છે જેથી એ જાણકારી મળી શકે કે મમીનો ગુંબજ સાથે શું સંબંધ છે. શું તેનો અંતિમ સંસ્કાર તેમાં કરવામાં આવ્યો હતો કે પછીથી તેના શવને અહીં મમી બનાવીને રાખી દેવામાં આવ્યું હતું. યોમિરા સિલ્વિયા કહે છે કે આ જે સમયની મમી છે એ સમયે ઇંકા સામ્રાજ્યની શરૂઆત થઈ રહી હતી. આ મમીની શોધથી અમને પ્રી-હિસ્પેનિક સમયના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓની જાણકારી મળશે. એમ લાગે છે કે ઇંકા સામ્રાજ્યનો અંત ત્યારે થયો હતો જ્યારે સ્પેનિયાર્ડે 16મી સેન્ચુરીમાં હુમલો કર્યો હતો.

આર્કિયોલોજિસ્ટ અત્યાર સુધી એ જાણી શક્યા નથી કે આ મમી કોઈ પુરુષની છે કે મહિલાની પરંતુ જ્યારે અહીં કોઇ વ્યક્તિનું મોત થયું હતું તો તેની ઉંમર 25-30 વર્ષ વચ્ચે રહી હશે. યોમિરા સિલ્વિયા કહે છે કે અમે રેડિયો કાર્બન ડેટિંગ દ્વારા તેની બાબતે વધુ સ્પષ્ટ જાણકારી એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ મમી કાજામારક્વિલા વિસ્તારમાં મળેલા એક અંડાકાર ગુંબજની અંદર મળી છે. તે લીમા શહેરની સીમમાં જ આવે છે. આ સંપૂર્ણ શહેર માટીની ઈંટોથી બનેલું છે. એક સમયે આ પેરુનું સૌથી મોટું વ્યાવસાયિક કેન્દ્ર રહેતું હતું. કાજામારક્વિલા બાબતે વધારે સ્ટડી કરવામાં આવી નથી જ્યારે લીમાના કિનારા પાસે સ્થિત આ પ્રી-હિસ્પેનિક સ્થળની સ્ટડી કરવામાં આવવી જોઈતી હતી.

એમ માનવામાં આવી રહ્યું છે કે ગુંબજમાં મળેલી આ મમી પાછળ જે વ્યક્તિ હતી તે પર્વતોથી ચાલીને કાજામારક્વિલા આવી હતી. ગુંબજની સ્થિતિ એ જણાવે છે કે આ કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ રહી હશે કેમ કે તે વિસ્તારની વચ્ચોવચ સ્થિત છે. તેની ચારેય તરફ એક મોટો ઢાંચો બનેલો છે એટલે કે આ વ્યક્તિને એ સમયના લોકો વધારે ઇજ્જત આપતા હશે. પેરુના ઇતિહાસના દસ્તાવેજોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ઇંકા સામ્રાજ્યના સમયના મોટા નેતાઓ અને મહત્ત્વપૂર્ણ લોકોને મમી બનાવી દેવામાં આવતા હતા.

તેમને ખાસ પ્રકારે અંતિમ વિદાઇ આપવામાં આવતી. ખાસ લોકોને મમી બનાવીને એટલે રાખવામાં આવતા હતા જેથી તેની આત્મા તેમના સપનાઓ વચ્ચે રહીને તેમને સુરક્ષા પ્રદાન કરે કે પછી ઘરમાં કોઈ નવું મહેમાન આવે તો તે તેના સહારે પરત જન્મ લઈ શકે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights