હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના કહેર ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર ધાર્મિક મેળાવડા જેવા વિવિધ કાર્યક્રમોને સરકાર દ્વારા મોકૂફ રખાયા છે ત્યારે અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પુનમનો મહામેળો પણ આ વખતે સરકાર દ્વારા મોકૂફ રખાયો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા કલેકટર દ્વારા પણ આ મેળા દરમિયાન પબ્લિકનું ઘોડાપુર ઉમટતું હોય છે અને કોરોનાનો સંક્રમણ વધુ ન ફેલાય તેથી મંદિરને પણ આ સમયગાળા દરમિયાન બંધ રાખવા નિર્ણય કરાયો છે ત્યારે યાત્રિકોની લાગણી ન દુભાય અને યાત્રિકો ઘરે બેઠા માં અંબે ની આરતી અને શસ્ત્રચંડી મહાયજ્ઞ સહિત અંબે ના દર્શન ઘરે બેઠા કરી શકે તેવી વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાઇ છે ત્યારે પ્રથમ દિવસે સવાર ની આરતી શાસ્ત્રો પૂજા મહાયજ્ઞ અને સાંજની આરતી એમ વિવિધ કાર્યક્રમ કરી 6.50 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પ્રથમ દિવસે માં અંબે ના ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી દર્શન કર્યા હતા
ત્યારે દ્વિતીય દિવસે પણ શસ્ત્રચંડી મહાયજ્ઞ, આરતી, શાસ્ત્રોકત પૂજા-અર્ચના અને સાંજની આરતી ના 6.60લાખ જેટલા લોકોએ ઘરે બેઠા માં અંબે ના આરતી પૂજા ના દર્શન કર્યા છે ત્યારે આજે ત્રીજા દિવસે 5.40 લાખ એમ કુલ ત્રણ દિવસમાં 18.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માં અંબેના દર્શન કર્યા છે અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ યાત્રિકોની લાગણીને ધ્યાને રાખી અને આ વ્યવસ્થા કરાઈ છે અંબાજી મંદિર ખાતે થી રોજ સવાર સાંજ ની આરતી અને અંબાજી મંદિર ખાતે યોજાતા મહાયજ્ઞ અને વિવિધ પૂજા-અર્ચના નું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વિવિધ વેબસાઇટો પર લાઈવ કરવામાં આવે છે જેથી કરીને લોકો માં અંબે ના ઘરે બેઠા દર્શન કરી શકે અને અંબાજી મંદિર ખાતે કરાતી પૂજા-અર્ચનાનું ઘરે બેઠા લાભ લઇ શકે…
અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી