રાજ્યના બજેટમાં ધારાસભ્યો માટે નવા અને મોટા આવાસ બનાવવાની જાહેરાત કરાઈ છે. હાલ સરકારે ટોકન જોગવાઇ કરી છે. નવું સ્થળ નિયત કર્યા બાદ બાંધકામ શરૂ કરાશે. ધારાસભ્યોને ગાંધીનગરમાં 2 BHKનું મકાન મળે છે, સેક્ટર-21 સ્થિત હાલના એમએલએ ક્વાટરમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન આવેલા છે. જેમાં ચાર મકાનમાં ઓફિસ, એકમાં ડ્રાઈવરરૂમ અને એકમાં સ્ટોરરૂમ આવેલો છે.

 

એટલે કે 162 ધારાસભ્યોને હાલ અહીં મકાન ફાળવવામાં આવ્યા છે. જોકે એક ધારાસભ્યના નિધનને પગલે તેમને અપાયેલું મકાન ખાલી છે. ત્યારે હવે ધારાસભ્યો નવા મોટા આવાસોમાં એક હોલ સાથે ચાર રૂમની સુવિધા હોય તો નવાય નહીં.

 

ધારાસભ્યોના હાલના 2 BHKનું મકાનનું માસિક ભાડું 37 રૂપિયા અને 50 પૈસા લેવાય છે એટલે કે દૈનિક 1.25 રૂપિયા. જેમાં ધારાસભ્યોને 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાય છે. મકાનનું લાઈટબીલ પણ સરકાર ભરે છે.

 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધારાસભ્યોને 78,800 પગાર અને વિવિધ ભથ્થા સહિત મહિને 1.16 લાખ રૂપિયા મળે છે. જેમાં 7 હજાર ટેલીફોન ખર્ચ, 5 હજાર પોસ્ટલ-સ્ટેશનરી ખર્ચ, 20 હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાઉન્સનો સમાવેશ થાય છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.