ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક વ્યક્તિએ ધારદાર હથિયારથી તેની 18 વર્ષની દીકરીનું માથું ધડથી અલગ કરી દીધાની ઘટના બની છે. ત્યાર બાદ પોતે જ દીકરીનું કાપેલું માથું લઈ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. તેણે પોલીસવાળાએ કહ્યું કે મેં તેનું ગળું કાપી નાખ્યું છે. આ સમયે તેના ચહેરા પર સહેજ પણ ખેદ કે દુઃખ ન હતું. આ સાથે એવું કહેવામાં આવે છે પિતા દીકરીને એક છોકરા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયા હતા. પોલીસે છોકરીના પિતાને અટકાયતમાં લીધા છે.

આ ઘટનામાં એક પિતાનો આ ગુનો જઘન્ય છે, પણ તપાસ સમયે પોલીસનો અમાનવી ચહેરો પણ જોવા મળ્યો. એક પોલીસ કર્મચારીએ મૃત છોકરીના કાપેલા માથાના વાળ પકડીને ઉઠાવ્યું હતું. પોલીસ કર્મચારીએ માથાને કપડાથી ઢાક્યું પણ ન હતું. આ પોલીસકર્મચારીના સંવેદનહીન કૃત્યનો ફોટો પણ વાઇરલ થયો છે.

આ તસવીર હરદોઈની છે. પોલીસકર્મચારી મૃત છોકરીનું કાપેલુ માથું ઢાકીને લઈ જવાને બદલે વાળ પકડીને માથું લઈ ગયો હતો.
આ તસવીર હરદોઈની છે. પોલીસકર્મચારી મૃત છોકરીનું કાપેલુ માથું ઢાકીને લઈ જવાને બદલે વાળ પકડીને માથું લઈ ગયો હતો.

બે દિવસથી દીકરીની હત્યાની ફિરાકમાં હતો પિતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી હરદોઈના મઝીલા પોલીસ સ્ટેશનમાં પાંડેતારા ગામનો રહેવાસી છે. તેનું નામ સર્વેશ છે. સર્વેશે 2 દિવસ અગાઉ દીકરીને ગામના એક છોકરા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધી હતી. તે સમયે તો તે શાંત રહ્યા, પણ ગુરુવારે જ્યારે તેની પત્ની ખેતર ગઈ હતી, તો દીકરીને ઘરમાં એકલી જોઈ સર્વેશે ધારદાર હથિયાર વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. ત્યાર બાદ તે માથું લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો.

ઘટનાની હકીકત સાંભળી પોલીસને પણ આશ્ચર્ય થયું
સર્વેશે પોલીસવાળાને કહ્યું કે- સાહેબ મે મારી દીકરીની હત્યા કરી છે. તેની આ વાત સાંભળી પોલીસને પણ આશ્ચર્ય થયું. પોલીસ સ્ટેશન ફોર્સ આરોપીને લઈ ઘટના સ્થળ પર પહોંચી. ઘટના પર છોકરીનો લોહીથી લથપથ મૃતદેહ હતો. ત્યાર બાદ પોલીસે કેસ દાખલ કરી આરોપીની અટકાયત કરી લીધી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.