દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કલેક્ટર વિજય ખરાડી અને પોલીસ વડા હિતેશ જોયસરે બુધવારે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. કલેક્ટરે આ તકે જિલ્લામાં ત્રીજા તબક્કાના કોવીડ વેક્સિનેશન કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી. રસીકરણના ત્રીજા તબક્કામાં 60 વયથી પરના તેમજ 45થી વધુ વયના મોટી બિમારીથી ગ્રસ્તોને પણ વેક્સિનેશનની શરૂઆત માર્ચથી કરવાની માહિતી આપી હતી.
સરકારી હોસ્પિટલોમાં કોવીડ વેક્સિન નિ:શુલ્ક આપશે. તેના માટે કોઇ પણ ચાર્જ નહી. વેક્સિન બાબતે અફવાથી દોરાવું નહી અને વેક્સિન લઇને જિલ્લાને કોરોનામુક્તિ તરફ લઇ જવું જોઇએ. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જિલ્લાના હોમગાર્ડ સહિત તમામ પોલીસકર્મીઓને વેક્સિનનો બીજો ડોઝ લેવા જણાવ્યું હતું. ઉપરાંત જેમણે પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેમણે પણ કોવીડ વેક્સિન ઝડપથી લઇ લેવા જણાવ્યું હતું.