ઈંગ્લેન્ડની વિરુદ્ધ અક્ષર પટેલનું શાનદાર ફોર્મ સતત ચાલુ છે. અક્ષર પટેલ અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચોમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે. અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં પણ અક્ષર પટેલે પોતાની પહેલી જ ઓવરમાં કમાલ કરી બતાવ્યો. તેમણે બીજા જ બોલ પર ઓપનિંગ બેટ્સમેન ડોમ સિબ્લીને આઉટ કર્યો અને થોડીવાર બાદ જૈક ક્રાઉલીને પણ પેવેલિયન ભેગો કરી દીધો.

અક્ષર પટેલે 20 વિકેટ લેવા માટે માત્ર 174 રન આપ્યા. અક્ષર પટેલ 20 વિકેટ લેવામાં સૌથી ઓછા રન આપવાના મામલે બીજા નંબર પર છે. તેનાથી આગળ ઓસ્ટ્રેલિયાનો રોલ મેસ્સી છે જેણે 167 રન આપીને 20 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અક્ષર પટેલે સતત ત્રીજી ઈનિંગમાં પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી છે.

આ પહેલા પિન્ક બોલ ટેસ્ટમાં અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ ઈંગ્લેન્ડની વિરુદ્ધ બંને ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો માત્ર ત્રીજો ભારતીય બોલર છે. તેના પહેલા લક્મ્સણ શિવારામાકૃષ્ણન, રવિચંદ્રન અશ્વિને પણ આ કારનામો કરી બતાવ્યો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.