બોલીવુડ અભિનેતા સોનુ સૂદનું કોરોના વાયરસની મહામારી દરમિયાન સમાજ સેવાનું મિશન શરૂ કર્યું હતું જે અત્યાર સુધી ચાલુ છે. હવે સોનુએ દેશની સૌથી મોટી બ્લડ બેંક બનાવવાની યોજના તૈયાર કરી છે, જેનો ખુલાસો તેમણે એક વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ રક્તદાતાઓને લોહીની જરૂરિયાતવાળા લોકો સાથે જોડવાનો રહેશે.

સોનુએ જે વીડિયો શેર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં દરરોજ 12 હજાર લોકો લોહી ન લેવાને કારણે મૃત્યુ પામે છે. તમારી વીસ મિનિટ કોઈની જિંદગી બચાવી શકે છે. કોઈની જિંદગી બચાવવા તમારે ડોક્ટર બનવાની જરૂર નથી. વીડિયોમાં રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે. આ વીડિયો સાથે લખ્યું છે કે- ચાલો જીવન બચાવીએ. તમારી પોતાની બ્લડ બેંક ટૂંક સમયમાં આવી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, સોનુ આના માટે સોનુ ફોર યુ નામની એક એપ લોન્ચ કરશે, જે રક્તદાતાઓને જરૂરીયાતમંદો સાથે જોડશે. આ એપ દ્વારા, જે વ્યક્તિને લોહીની જરૂર હોય છે તે રક્તદાતાનો સંપર્ક કરશે અને વિનંતી મળ્યા પછી, દાતા હોસ્પિટલમાં જઈને તરત જ રક્તદાન કરી શકશે. સોનુએ આ વિશે જણાવ્યું હતું કે તેમણે આ એપનું પ્લાનિંગ તેમના મિત્ર જોનસન સાથે મળીને કર્યું હતું.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.