સુરત :હાલ અમદાવાદની આયશા સમગ્ર દેશમાં ચર્ચાઈ રહી છે. ન જાણે ભારતમાં આવી કેટલીય આયશા હશે, જે સાસરીઓના ત્રાસથી રીબાતી હશે. કેટલીક હિંમત દાખવીને લડી લે છે, તો કેટલીક મોતનો રસ્તો અપનાવે છે. માત્ર આયશા જ નહીં આયશાની જેમ ભારતમાં અનેક યુવતીઓ એવી છે ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે. અમદાવાદ બાદ સુરત માં વધુ એક આયશા ની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ છે. તાપી નદીમાં મોત વ્હાલુ કરવા જઈ રહેલી પરિણીત મહિલાને બચાવી લેવાઈ છે. એક રીક્ષાચાલકે મહિલાને બચાવી લીધી હતી.

રીક્ષાચાલકે જોયુ ન હોત તો મહિલા કૂદી ગઈ હોત
તૌસીફ શેખ નામના રીક્ષાચાલક સુરતના હોપ બ્રિજ પાસેથી પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર એક મહિલા પર પડી હતી. આ મહિલા તાપી નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી. ત્યારે તૌસીફ શેખ પોતાની રીક્ષા તાત્કાલિક થોભાવી નાંખી હતી, અને મહિલાને બચાવવા દોડી ગયા હતા. તેમણે ખેંચીને મહિલાને બચાવી લીધી હતી. મહિલાને રડી જોઈ આસપાસથી પસાર થતી અન્ય મહિલાઓ પણ મદદે દોડી આવી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.