દિકરીના વધામણાં કાર્યક્રમ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન
પોતાના ઘરે આવેલ ખુશીના અવસરને લોકો અલગ અલગ રીતે ઉજવતા હોય છે.ત્યારે વેકરીયા પરિવારને ભગવાનના આર્શિવાદ રૂપે મળેલ દીકરીના જન્મની ખુશીની ઉજવણી કરી સમાજને એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.વેકરીયા પરિવારનાં જયંતીભાઈના ઘરે તેમના પુત્ર જીગ્નેશભાઈ અને તેમના પત્ની રચનાબેન જેમની ઉંમર ૨૮ વર્ષ જેમનું ગામ રૂગ્તાનપુર(ધારી), સાવરકુંડલાના વતની છે.જેઓ હાલ સરથાણા જકાતનકા પાસે રહે છે.જેમના ઘરે પુત્રીનો જન્મ થતાં તેમના મામાના પરિવામાંથી ચિરાગભાઈ સેલડીયા,મયુરભાઈ સેલડીયા,અસ્મિતભાઈ સેલડીયા,દિનેશભાઈ સેલડીયા દ્રારા એક દીકરી વધામણાં અંગેનો વિચાર મુકવામાં આવેલ ત્યારે જયંતીભાઈ તેના પુત્ર અને તેમની પત્ની દ્રારા રેડક્રોસ બ્લડ બેન્ક અને સક્ષમ સુરત સહયોગથી દિકરીના વધામણાંનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્ર્મની સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. આ રક્તદાન કેમ્પમાં માતાની ઉમર ૨૮ જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને CAMBA કોર્નીયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન અંતર્ગત નેત્રદાન સંમતિપત્રક ભરવાનું આયોજન કરવામાં આવેલ જેમાં પણ માતાની ઉંમર જેટલા ૨૮ સંમતિપત્રક ભરાયા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન હોમગાર્ડઝ કમાન્ડન્ટ એવા ડો.પ્રફુલભાઇ શિરોયા (પ્રમુખ-ઇંડિયન રેડક્રોસ સોસાયટી, લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, સક્ષમ – CAMBA કોર્નીયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન પશ્વિમભારતના કાર્યવાહક),લોકોને રક્તદાન,ચક્ષુદાન,દેહદાન અને અંગોના દાન વિશે સમજૂતી આપી હતી. અને લોકોને સમજ આપી કે આપણે જીવતા તો એક-બીજા મનુષ્યને ઉપયોગી બનીએ પરતું આપણાં મૃત્યુ પછી પણ આપડા અંગથી બીજા જરૂરિયાત મંદ માનવીને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેનો ઉત્તમ સંદેશો આપવામાં આવ્યો હતો.