દાહોદ-ભોપાલમાં રિઝર્વેશન ચાલુ : રિઝર્વેશનના રૂા.15 ચૂકવવા નહીં પડે.

દાહોદ શહેરની લાઇફ લાઇન ગણાતી મેમૂ ટ્રેન ફરીથી લોકલ કરી દેવામાં આવી છે. એટલે કે હવે તેમાં મુસાફરી માટે એક દિવસ પહેલાં રિઝર્વેશન કરાવુ નહીં પડે. ભૂતકાળ જેમ જ સામાન્ય ટિકીટ ખરીદીને તેમાં મુસાફરી હવે શક્ય બની છે. રેલવેએ દાહોદથી ઉજ્જૈન અને ઉજ્જૈનથી દાહોદ વચ્ચે દોડતી આ ટ્રેનને 22 માર્ચ 2020ના રોજ બંધ કરી દીધી હતી. 11 મહિના બાદ 27 ફેબ્રુઆરીએ મેમૂને એક્સપ્રેસ બનાવી ફરી પાટે ચઢાવામાં આવી  હતી. ત્રણ જુદા-જુદા નંબરો સાથે શરૂ કરાયેલી આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રિઝર્વેશન અનિવાર્ય હતું. તેના કારણે નાના અંતરની મુસાફરી કરનારા લોકો તેનો લાભ લઇ શકતા ન હતાં. સાન્ય લોકોનો આ ટ્રેનની મુસાફરીમાં કોઇ રસ લેતા ન હતાં. સમસ્યાઓ જોતા રેલવેએ હવે મેમૂ ટ્રેનને સામાન્ય ટિકીટ સાથે દોડવવાનો નિર્ણય લીધો છે. 4 માર્ચથી તેની માટે લોકલ ટિકીટ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલાં ભાડા સાથે પ્રતિ ફોર્મ 15 રૂપિયા રિઝર્વેશન ચાર્જ પણ આપવો પડતો હતો, જે હવે સામાન્ય ટિકીટમાં નહીં લાગે. તેમાં મુસાફરોને ભાડામાં પણ રાહત મળશે. દાહોદથી ભોપાલ જતી ડેમૂ ટ્રેનમાં રિઝર્વેશન ચાલુ જ રાખવામાં આવ્યુ છે.

મેમૂ ટ્રેન શરૂ થતાં પાસ હોલ્ડરોમાં ખુશીનો માહોલ.
દેશમાં કોરોના મહામારી ફેલાતા તમામ ટ્રેન સેવા સ્થગિત કરી હતી, કોરોના કેસ ધટતાં ધીરે ધીરે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરી હતી. ત્યારે રેલ્વે વિભાગના મધ્ય પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને દાહોદ વચ્ચે વાયા ગોધરા ચાલતી મેમુ ટ્રેન સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે, મોટા ભાગના સિઝનલ પાસ હોલ્ડર તેમજ વિધાર્થીઓ અને નોકરીયાતવર્ગ દ્વારા અપડાઉન માટે મેમુ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે, રેલવે દ્વારા જનરલ અનારક્ષિત ટીકીટ સાથે મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં ગોધરાથી વડોદરા વચ્ચે રાબેતા મુજબનું ૨૦ રૂપિયા ભાડું જ રાખવામાં આવ્યું છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.