અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. શાંતિ પેલેસ બંગ્લોઝમાં રહેતા દંપતીની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી, કોઇ જાણભેદુ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા છે, તો પોલીસ સુત્રો તરફથી લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિગત મુજબ, સોલા વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસમાં રહેતા અશોક કરસન પટેલ અને જોત્સનાબેન પટેલને અજાણ્યા શખ્સો ધારદાર હથિયારથી રહેશી નાખી ફરાર થઇ ગયા હતા. સવારે બન્ને દંપતી લોહી લુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. જો કે હજુ સુધી હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે આજુ બાજુ વિસ્તારમાં સીસીટીવીના મારફતે તપાસ હાથ ધરી છે.

હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે, વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *