બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધે ડ્રગ્સ એન્ગલ (Drugs Angle)ની તપાસ કરનારી નારકોટિકલ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શુક્રવારે મુંબઈની NDPS કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. 30 હજાર પાનાની ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદન પણ જોડવામાં આવ્યા છે. પાંચ આરોપી ફરાર ગણાવવામાં આવ્યા છે, જ્યારે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી મુખ્ય આરોપી છે.

આ ઉપરાંત રિયાના નજીકના અનેક ડ્રગ્સ પેડલર સપ્લાયરના નામ પણ ચાર્જશીટમાં આરોપી તરીકે સામેલ છે. ડ્રગ્સ ઉપરાંત જપ્ત કરવામાં આવેલા ઇલેક્ટ્રનિક ઉપકરણોના રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, સાક્ષીઓના નિવેદનના આધાર પર આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આ ચાર્જશીટ કોર્ટ લઈને પહોંચશે. NCBના સૂત્રો મુજબ, આ મુખ્ય ચાર્જશીટના ત્રણ મહિના બાદ NCB એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી શકે છે. જેમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરના નામ સામેલ થઈ શકે છે. તેમની વિરુદ્ધ પણ NCBને અનેક પુરાવા મળ્યા હતા જેની તપાસ હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે ચાર્જશીટ 16/ 2020 કમ્પલેંટ કેસ મામલામાં દાખલ થઈ રહી છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
