થલતેજમાં હેબતપુર રોડ પર આલેવા વૈભવી શાંતિ પેલેસ બંગ્લોઝમાં આજે સવારે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં એકલા રહેતા વૃધ્ધ દંપતીની સવારે સવા આઠ વાગ્યે ગળુ કાપીને હત્યા કર્યા બાદ લુંટારૃ ટોળકીએ ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ રૃ.૨.૪૫ લાખની માલમતાની લુંટ ચલાવી હતી. લુંટ બાદ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સોલા પોલીસની તપાસમાં અશોકભાઈ પટેલની બેડરૃમમાં હત્યા કરવામાં આવી હતી જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબહેનની ડરીને બચવા માટે ઉપરના માળે જતા હતા ત્યારે દાદરામાં તેમના ગલાના ભાગે પાંચ ઘા મારીને મોતને ઘાય ઉતારી દેવાયા હતા. સોલા પોલીસે હત્યા અને લુંટનો ગુનો નોંધીને આ બનાવમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકાને આધારે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.