ગોંડલની ખાનગી હોસ્પિટલમાં પેટના દુ:ખાવાની સારવાર માટે આવેલ સગીરા સાડા સાત માસની ગર્ભવતી નીકળતા તેના વાલીઓના પગ તળેની જમીન ખસી ગઈ હતી બાદમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતી 16 વર્ષની સગીરા ઉપર 8 માસ પહેલા એ જ ગામના સાહિલ કરીમભાઈ મલેક સિપાઈ વાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું જેના કારણે સગીરા ગર્ભવતી બની જવા પામી હતી.

ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી

ધાક ધમકી અને શારીરિક શોષણને લઈ સગીરા ગુમસુમ બની હોય પેટનો દુખાવો અસહ્ય બનતા તેની માતા તેને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી હોસ્પિટલના તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા તેના વાલીઓ ઉપર આભ ફાટી પડ્યું હતું તાત્કાલિક સગીરાને સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતા CPI કે. એન. રામાનુજ અને ASI કુંદનભાઈ મકવાણાએ આરોપી સાહિલ વિરુદ્ધ IPCની કલમ 376 અને પ્રોકસોનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપી સાહિલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.