વડોદરાના શિયાબાગ વિસ્તારમાં મીઠીબા હોલ પાસે કેટલાક રોડ સાઇડ રોમિયો પસાર થતી યુવતીઓની પજવણી કરતા હોવાની માહિતી નવાપુરા પોલીસ સ્ટેશનની મહિલા પોલોસની શી ટીમને મળી હતી. જેના આધારે મહિલા પોલીસે વેશપલટો કરી યુવતીઓની પજવણી કરતા 4 રોડ રોમિયોને રંગેહાથ ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરી હતી.

રોમિયોએ અશ્લિલ ચેનચાળા કરીને છેડતી કરી
વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથકની સી ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, શિયાબાગ વિસ્તારમાં કેટલાક યુવકો પસાર થતી યુવતીઓ સાથે મજાક-મસ્તી કરીને છેડતી કરે છે, જેથી મહિલા પોલીસની ટીમ રાત્રે 10:30 શિયાબાગ મીઠી બા હોલ પાસેથી સાદા ડ્રેસમાં પગપાળા પસાર થયા હતા, તે સમયે 4 યુવકોએ તેમને જોઈને અશ્લીલ ગીતો ગાઇને અપશબ્દો બોલ્યા હતા અને અશ્લિલ ચેનચાળા કરીને છેડતી કરી હતી. આ દરમિયાન અન્ય પોલીસ સ્ટાફ વોચમાં હોવાથી તેઓએ ચારેય રોમિયોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મયુર લાલાભાઈ કહાર, વિજય સુરેશભાઈ કહાર, ગુરુપ્રસાદ પુરુષોત્તમભાઈ કહાર(ત્રણેય રહે, કહાર મહોલ્લો, નવાપુરા, વડોદરા) અને કરણ ભરતભાઈ કહાર (રહે, કાકાસાહેબ ટેકરો, દાંડિયા બજાર, રાવપુરા, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જીપી એક્ટ 110 અને 117 મુજબ ગુનો નોંધીને તેમની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
