બિકાનેરના નોખા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં આરકેપુરમ કોલોનીમાં 5 વર્ષ 3 વર્ષના બે માસૂમ સગા ભાઈ ઘરમાં બનેલી પાણીની ટાંકીમાં ડૂબી ગયા હતા. બાળકોને બચાવવા માટે માતા પણ ટાંકીમાં કૂદી ગઈ હતી. પણ પોતાના વહાલસોયા દિકરાઓને બચાવી શકી ન હતી. પડોસીઓએ માતાને ઘણી મુશ્કેલી બાદ ટાંકીમાંથી બહાર કાઢી હતી. આ ઘટના બાદ કોલોનીમાં સન્નાટો ફેલાઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે આરકેપુરમમાં રહેતી બેબીના પતિ કોઈ કામથી પુણે ગયા હતા. આ સંજોગોમાં બેબી રાત્રીના સમયે તેના બન્ને બાળકો રોનક (5 વર્ષ) અને દેવકિશન (3 વર્ષ)ને લઈ તેની નણંદના ઘરે ઉંઘવા જતી હતી. નણંદનું ઘર તેના ઘરથી આશરે 300 મીટરના અંતર પર આવેલું છે. શનિવારે સવારે નણંદ ઘરની બહાર બેઠી હતી ત્યારે બન્ને બાળકો રમી રહ્યા હતા. ટાંકીનું ઢાકણું ખુલ્લુ હતું. બાળકો રમતા-રમતા ટાંકી પાસે આવી ગયા. અચાનક દેવકિશન અને ત્યારબાદ રોનક ટાંકીમાં પડી ગયા હતા.

પાસે બેઠેલી માતા બુમ પાડીને ટાંકીમાં કુદી ગઈ
બાળકોની માતા પણ ત્યાં પાસે બેઠી હતી. જેવા બાળકો ટાંકીમાં પડતા જોયા તે બુમો પાડીને ટાંકીમાં કુદી ગઈ હતી. ટાંકીનું ઢાકણું ખૂબ જ નાનું હતું અને ટાંકી આશરે 10 ફૂટથી વધારે ઉંડી હતી. તેણે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો તેમ છતાં માતા તેના બાળકોને બચાવી શકી નહીં. આ સંજોગોમાં બન્ને બાળકો અંતિમ શ્વાસ લઈ ચુક્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારી તેમના કાફલા સાથે અહીં આવી પહોંચ્યા હતા.

સવારનો સમય હોવાથી ટાંકીનું ઢાકણુ ખુલ્લું હતું
સામાન્ય રીતે પાણીની ટાંકનું ઢાંકણું બંધ હોય છે. પણ સવારનો સમય હોવાથી ઢાકણું ખુલ્લુ હતું અને કોઈનું આ તરફ ધ્યાન ગયું ન હતું. બાળકોનો પિતા તેજારામ સુથાર કેટલાક દિવસ અગાઉ પુણે ગયો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
