સુરતના મોટા વરાછામાં સર્જાયો અકસ્માત

કાર ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાંવતા કારનું વહીલ ખાડામાં આવતા પલટી મારી

કાર પલટી મારતા એક બાઇક ચાલક પણ અથડાયો

બાઇક રોડ પર ધસડાતા બાઇક બળીને થયું ખાખ

બાઇક સવારનું ઘટના સ્થળે નીપજ્યું મોત

સુરત :સુરતમાં અજીબોગરીબ અકસ્માત સર્જાયો છે. એક નાનકડો અમથો ભૂવો એક યુવકના મોતનું કારણ બન્યુ છે. કોઈ વિચારી ન શકે તેવો આ અકસ્માત  સર્જાયો હતો. એક નાનકડા ખાડાને કારણે કાર અને બાઈક વચ્ચે એવી જોરદાર ટક્કર સર્જાઈ હતી કે, બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યું હતું

સુરતના મોટા વરાછા વિસ્તારમાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો. મૂળ અમરેલીના હાથીગઢ ગામનો યુવક મંથન જયસુભભાઈ ધોરીજીયા (ઉંમર 26 વર્ષ) સુદામા ચોકના ક્રિષ્ના ટાઉનશિપમાં રહે છે. આજે કોઈ કારણસર તે પોતાની બાઈક પર મોટા વરાછા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આડેધડ ખોદકામને લઈ મોટા વરાછાનું નાવડી સર્કલ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યું છે. ત્યારે આ રસ્તા પર એક ભુવો પડ્યો હતો. આવામાં મંથન ધોરીજીયાનું બાઈક નાનકડા ખાડામાં અટવાઈ પડ્યું હતું. ત્યારે બાઈકની પાછળ રમરમાટ આવી રહેલી કારની ટક્કર બાઈકને લાગી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, મંથનનું બાઈક 25 ફૂટ સુધી ધસડાયું હતું. મંથન પોતાની બાઈક સાથે 25 ફૂટ સુધી ખેંચાઈ ગયો હતો. જેથી તેની બાઈકમાં અચાનક આગ લાગી ગઈ હતી. તો બીજી તરફ, સ્પીડમાં આવી રહેલી GJ-06-HD-0321 નંબરની કાર પણ અથડાઈને ઊંધી પડી ગઈ હતી

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.