ભારતમાં માર્ગ અકસ્માતોમાં મોતને ભેટનારા લોકોનુ પ્રમાણ ઘણુ વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે હવે એક મહત્વનો નિર્ણય લીધો છે. ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે 1 એપ્રિલ 2021 બાદ બનનારી તમામ નવી કારોમાં એરબેગ ફરજિયાત કરી દીધી છે. આમ એક એપ્રિલ બાદ જે પણ નવી કારો બનશે તેમાં ડ્રાઈવર અને તેની બાજુની બેઠક માટે એરબેગ લગાવવાનુ કાર કંપનીઓ માટે ફરજિયાત હશે.

જોકે સરકારે પહેલેથી બની ચુકેલી અને હજી વેચાઈ નથી તેવી નવી કારો માટે રાહત આપીને આ નિયમ લાગુ નથી કર્યો. જોકે આવી કારોમાં કંપનીઓએ આગળની બંને બેઠકો માટે 31 ઓગસ્ટ સુધીમાં એર બેગ લગાવવાનો આદેશ આપ્યો છે. નવા નિયમને કાયદા મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધા બાદ તેને લગતુ જાહેરનામુ પણ બહાર પડી ચુક્યુ છે.
એક્સિડન્ટ થાય તેવા સંજોગોમાં કારની સ્પીડના આધાર પર એરબેગ ખુલી જતી હોય છે. કોઈ પણ વસ્તુ સાથે કાર ટકરાયા બાદ કારનુ એક્સિલેરોમીટર સર્કિટ સક્રિય થાય છે અને તે સેન્સરને કરંટ મોકલે છે. આ સેન્સર એરબેગને સંકેત આપે છે અને એક સેકન્ડથી પણ ઓછા સમયમાં આ એરબેગ ફુલીને બહાર આવે છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
